અકસ્માત:મહેસાણાના છઠીયારડા પાસે ગાડી ચાલકે બે એક્ટિવાને ટક્કર મારી, બે યુવકોને ગંભીર ઈજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના છઠીયારડા પાસે ગાડી ચાલકે બે એક્ટિવાને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બે યુવકોને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ગાડી ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

બંને એક્ટિવા અલગ-અલગ દિશામાં ફંગોળાયા
રામોસણા ખાતે રહેતો જય કુમાર પટેલ તેના મિત્ર સાથે એક્ટિવા પર સવાર થઈ ધીણોજ કામ અર્થે જઈ હતો. બાદમાં પરત આવતા સમયે છઠીયારડા પાંચોટ ગામ વચ્ચે આવેલા પુલ પર એક બેફામ GJ15CM5350 ગાડીના ચાલકે તેની એક્ટિવાને તેમજ અન્ય એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં બંને એક્ટિવા અલગ-અલગ દિશામાં ફંગોળાયા હતા. જ્યાં એક્ટિવા પર સવાર બે યુવકોને ઈજાઓ થઈ હતી. બાદમાં ગાડી ચાલક ગાડી લઇ ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગાડી ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...