તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ ડોક્ટર:ગોઝારીયામાં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો તબીબ ઝબ્બે

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ રૂ6720 નો દવાનો જથ્થો જપ્ત કર્યો

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે બુધવારે ગોઝારીયામાં બોગસ તબીબ હોવાની શંકા સાથે રેડ કરી હતી. લાંઘણજ પોલીસને સાથે કરેલી કાર્યવાહીમાં ગોઝારીયામાં દીપ ક્લીનિક નામે ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. અ મામલે અનારોગ્ય વિભાગે બોગસ તબીબી પાસેથી રૂ.6720 ની દવાનો અને સાધનો કબજે લઇ લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અારોગ્ય વિભાગની ટીમે લાંઘણજ પોલીસને સાથે રાખી બુધવાર સાંજે ગોઝારીયા બસ સ્ટેશન પાછળ દીપ ક્લીનિક રેડ કરી પ્રેક્ટીસ કરી રહેલા રબારી વાસુ ભાઇ તળજાભાઇ(રહે.રબારીવાસ, દેવડા, તા.વિજાપુર) પાસે અારોગ્યની ટીમે તબીબની ડિગ્રી તેમજ દવાનો રાખવાનું સર્ટીફિકેટની માંગ કરી હતી. જો કે, વાસુભાઇ રબારી પાસે સર્જી ન હોઇ તે બોગસ તબીબ હોવાનું ખુલ્લું હતું. જેને લઇ અનારોગ્ય વિભાગે રૂ.6720 ની કિંમતની 16 પ્રકારની દવાનો અને સાધનો જપ્ત કરી હતી. તેમજ અચા મામલે લાંઘણ પોલીસ મથકે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીસ સેક્ટ 1963 અંતર્ગત ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...