બેઠકોનો દોર:વિધાનસભાની ચૂંટણીને લઇ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરી ખાતે છેલ્લા બે દિવસથી ચૂંટણીને લઈ બેઠકોનો દોર
  • વહીવટી તંત્ર દ્વારા ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાનની તૈયારી આરંભાઇ

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ છેલ્લા બે દિવસથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇલેક્શનની બેઠકોનો દોર ચાલુ થયો છે ત્યારે આગામી ચૂંટણી ને લઈ ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાનું આયોજન હાથ ધરાયું છે

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ આરંભે દેવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને છેલ્લા બે દિવસથી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચૂંટણી માટેનો ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઇલેક્શન કેવી રીતે કરવામાં આવશે નો આખો મેન્યુઅલ પ્લાન એક પ્રકારે બનાવવામાં આવી રહ્યો છે. સાથે ઇલેક્શન અંતર્ગત ચાલતી વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. સાથે તંત્ર દ્વારા નવીન મતદાર નોંધણી કાર્યક્રમમાં કોઈ યુવા મતદાર રહી ન જાય તે માટેની ખાસ તકેદારી સાથે નવીન યુવા મતદારો બનાવવા ઉપર પણ ભાર મૂકાયો છે.

અન્ય સમાચારો પણ છે...