લોકર્પણ:મહેસાણામાં જૂના રેલવે સ્ટેશન નજીક ડિજિટલ ક્લોક ધરાવતા ટાવરનું લોકાર્પણ કરાયું

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ દિશાએથી પસાર થતા રાહદારીઓ સમય જાણી શકશે

મહેસાણાના જૂના રેલવે સ્ટેશનથી તોરણવાડી માતાના ચોક તરફ જતા જુના ફુવારા નજીક રોટરી કલબના ઉપક્રમે ડિજિટલ ક્લોક દર્શાવતા ટાવરનું આજે મહેસાણા પાલિકાના પ્રમુખ દ્વારા લોકર્પણ કરવામાં આવ્યું હતું. ટાવરની ચારેય દિશાઓમાં સ્ક્રીન ઉપર ડિજિટલ ક્લોક ફિટ કરવામાં આવી છે. આ ક્લોક કોઈપણ દિશાએથી પસાર થતા રાહદારીઓ સમય જાણી શકશે. ત્રણ દાતાઓએ મળી રોટરી ક્લબને પોતાના પરિવારના સભ્યોની યાદમાં રૂ 4.5 લાખનું યોગદાન આપ્યું હતું.

આ આર્થિક સહાયથી સ્ટેશન રોડ ઉપર ડિજિટલ ક્લોક ધરાવતું ટાવર નિર્માણ પામ્યું છે. ક્લોક ચાલુ કરવા માટે ગઈકાલે અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. જ્યાં અનિકેત પવાર, હેમવીરસિંહ રાવ અને સ્વ મનુભાઈ પટેલના પુત્ર મૌલિકભાઈએ રોટરી કલબ સમક્ષ આ ડિજિટલ કલોકની સુવિધા ધરાવતા ટાવરનું નિર્માણ કરવાની દરખાસ્ત મૂકી હતી અને આર્થિક યોગદાન આપવાની તૈયારી દર્શાવી હતી.

આજે આ રોટરી ક્લોક ટાવરનું લોકર્પણ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...