ખાતમુહૂર્ત:આંબલિયાસણમાં અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું

આંબલિયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અંબાજી મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યંુ છે

આંબલિયાસણ સ્ટેશનમાં આવેલ ગ્રામજનોની આસ્થા સમાન અંબાજી મંદિરના જીણોધ્ધાર કામ દાતાઓના સહયોગથી ચાલી રહ્યુ છે તેની સાથે નવીન સાંસ્કૃતિક હોલ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવતાં રવિવારે માઈ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ સંઘવી તેમજ કારોબારી સભ્યોની હાજરીમાં ભૂદેવ દ્વારા વિધિવત્ પૂજા અને મંત્રોચ્ચાર સાથે પૂજામાં બેઠેલા મહેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રથમ ઈટ મૂકવામાં આવી હતી.

ત્યાર બાદ હાજર દાતા અને ગ્રામજનો દ્વારા પણ ઈટ મૂકવામાં આવી હતી, આ પ્રસંગે માર્કેટયાર્ડ પ્રમુખ શંકરલાલ પટેલ,માઈ મંડળના શિતલભાઈ સંઘવી, નિકેતન પટેલ, સંજય પ્રજાપતિ, ગ્રામજનો ભીખાલાલ દેસાઈ, બિપીનભાઈ ખમાર, પટેલ, મનુભાઈ પટેલ તેમજ બહેનો,ગ્રામજનો સહીત અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...