તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતન પ્રેમ:પ્રાણવાયુ માટે વિસનગરમાં ડોક્ટર દંપતિએ USAથી 100 ઓક્સિજન મશીન મોકલ્યા, માતૃભૂમિની સેવા કરવાની તક ગણાવી

મહેસાણા22 દિવસ પહેલા
  • વિસનગરમાં પ્રાણવાયુની નિઃશુલ્ક સેવા માટે ઓક્સિજન બેંન્કનો આરંભ કરાશે
  • અમેરિકાથી દંપતિએ લાખોના ખર્ચે ઓક્સિજન મશીન દાન કર્યા

કોરોના મહામારી જેવા કપરા સમયે માનવ માનવને કામ આવે તેવા અનેક સેવકાર્યોથી ઘણી જગ્યાએ માનવતા મહેકી ઉઠી છે. ત્યારે મહામારીમાં ગંભીર સમસ્યા તરીકે જોવા મળેલા પ્રાણવાયુની જરૂરિયાત માટે વિસનગરમાં પહેલી વાર ઓક્સિજન કોન્સેન્ટ્રેટર બેંન્ક ઉભી કરવામાં આવી છે. વિસનગરમાં કોવિડ અને પોસ્ટ કોવિડની સારવાર લેતા દર્દીઓ માટે અમેરિકાથી સેવાભાવી દંપતી ડો. જસવંતકુમાર અને ઇલબેન પટેલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે 100 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન માતૃભૂમિ અને વડાપ્રધાન મોદીના માદરે વતન મહેસાણા જિલ્લામાં દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.

આ 100 ઓક્સિજન મશીનનું સંચાલન કરતા ડો.વાસુદેવ જે. રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતે જરૂરિયાત મંદ દર્દીઓની સારવાર માટે આપવામાં આવનાર છે. હાલમાં આ મશીનની સેવા વિસનગર પંથકના લોકોને મળે તે માટે 200 જેટલા જરૂરિયાત મંદ વ્યક્તિઓના નામની યાદી તૈયાર કરાઈ છે. જોકે, ઓસ્ક્સિજન કોન્સેન્ટ્રેટર બેંકમાં 100 જ મશીન હોઈ વધુ જરૂરિયાદ ધરાવતા દર્દીઓને પહેલા આ સેવાનો લાભ આપવામાં આવનાર છે.

આમ આજે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વિદેશ રહેતા ભારતીયોની લાગણીઓ વરસી રહી છે અને આજે વિસનગરમાં નિઃશુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્કની સેવા ખરા અર્થમાં જનારોગ્ય માટે પ્રેરણા સ્ત્રોત રૂપે જોવા મળી રહી છે જેના થકી અનેક જિંદગીને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...