તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટ્રકમાંથી લોખંડની પ્લેટો પડતાં બાઇકસવાર દંપતી ઇજાગ્રસ્ત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના કલ્યાપુરા ગામના દંપતિ બે દિવસ પહેલાં રાત્રીના સમયે વાઘરોડા-વરખડીયા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામે આવતાં ટ્રકમાંથી લોખંડની પ્લેટો પડતાં દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને કડીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અાપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરાયા છે.

કડીના કલ્યાણપુરા ગામમાં રહેતાં પીયુષભાઇ રાવળ તેમની પત્ની ભાવનાબેન સાથે તા.23 જૂનની રાત્રે બાઇક (જીજે 27 ક્યુ 1630) લઇને વાઘરોડાથી વરખડીયા ગામ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવતાં બેકાકુ ટ્રક (જીજે 12 બીએક્સ 1052)માંથી લોખંડની પ્લેટો રોડ પર પડી હતી. લોખંડથી પ્લેટોના અડફેટે આવેલા દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં ભાવનાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે પીયુષભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને કડી શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂર હોઇ અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...