બેઠક:કંપની સીએસઆર ફંડમાંથી થતાં વિકાસના કામો માટે કમિટી રચાઈ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌ પ્રથમવાર કલેક્ટર દ્વારા કંપનીઓ સાથે બેઠક કરી

મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક કંપનીઓના સીએસઆર ફંડ માંથી થઈ રહેલા વિકાસના કામો માટે જિલ્લામાં સૌપ્રથમવાર કલેકટર દ્વારા કંપનીઓના મેનેજર સાથે એક મીટીંગ યોજાઇ હતી જેમાં વિવિધ કામોની વિગતો સાથેનો ડેટા તૈયાર કરવા માટે ની સુચના અપાઈ હતી.

ઔધોગિક એકમો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા પોતાની આવક માંથી બે ટકા જેટલી રકમ જે તે જિલ્લાના સ્થાનિક વિસ્તારમાં વિકાસના સમાજ ઉપયોગી કામો પાછળ ખર્ચ કરવાની રાજ્ય સરકારની જોગવાઈ છે જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ વિવિધ કંપનીઓ દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પણ ક્યાં કયા કામો થઈ રહ્યા છે ની વિગત મેળવવા માટે જિલ્લામાં સૌપ્રથમવાર કલેકટર એમ નાગરાજન દ્વારા ઔદ્યોગિક એકમોના મેનેજર સાથે બેઠક કરી હતી જેમાં અલગ અલગ 35 જેટલા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમને સીએસઆર ફંડ માંથી વિકાસના કામો નક્કી કરવા માટે અને ફંડનો સદુપયોગ કરવા માટે સી એસ આર ફેસીલીટેશન કમિટી બનાવવામાં આવી હતી સાથે જિલ્લામાં આ ફંડ માંથી થઈ રહેલા વિકાસના કામો નો ડેટા તૈયાર કરવા નો પણ નક્કી કરાયું હતું ઉલ્લેખનીય છે કે સીએસઆર ફંડ માંથી વિવિધ કંપનીઓ દ્વારા શિક્ષણ આરોગ્ય જૈવિક ખેતી સહિતના ક્ષેત્રોમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...