કાર કૂવામાં ખાબકી:મહેસાણાના સતલાસણા પાસે બાઇકને બચાવવા જતાં સ્કોર્પિયો કૂવામાં ખાબકી, એક બાળક અને મહિલાનું મોત

મહેસાણા2 મહિનો પહેલા
  • કારમાં 10 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી
  • રાત્રે કાર કૂવામાં ખાબકતા લોકોના ટોળેટોળા ઉમટ્યા
  • ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આજે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સવારને બચાવવા જતા એક સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા અને બાળકનું મોત નીપજયું છે. પ્રાથમિક વિગતો અનુસાર કારમાં 10 લોકો સવાર હતા.

સતલાસણામાં આવેલી પટેલ વાડી નજીક આજે રાત્રે 8 કલાકના અરસામાં એક સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી. જે દરમિયાન બાઇક આડું આવતા બાઈક સવારને અકસ્માત ન નડે એ માટે તેને બચાવવા જતા સ્કોર્પિયોના ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર કૂવામાં ખાબકી હતી.

હાલમાં મળતી માહિતી પ્રમાણે કારમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાંથી એક બાળક અને એક મહિલાના મોત નીપજ્યાં છે. સતલાસણા તાલુકાના ભાણાંવાસ ગામના મહિલા તેમજ એક આઠ માસનું બાળક ગાડીમાં સવાર હતું જેનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી રહી છે. રાત્રી ના સમયે ગાડીને ક્રેનની મદદથી કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં અન્ય લોકો ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં ગામના અને આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જ્યાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કોર્પિયો ગાડીમાં કુલ 10 લોકો સવાર હતા.જેમાં ચૌહાણ ઈશ્વર સિંહ કનોસિંહ,રહે ભાણાવાસ, ચૌહાણ ગજુંસિંહ મોતીસિંહ,રહે ભાણાવાસ, ઠાકોર જવાનજી રામાજી,રહે,વજાપુર, ચૌહાણ સોનલ બા દરગુસિંહ,રહેભાણાવાસ , જબાબા વાઘેલા,રહે રામ નગર, રણજિત સિંહ સોમસિંહ ચૌહાણ, રહે, ભાણાવાસ, ઠાકોર બાદલ ભાઈ બેચર સિંહ, વેજાપુર, હુતભા ગજે સિંહ ચૌહાણ ,ભાણાવાસ, ચૌહાણ હરતું સિંહ ગજેસિંહ, ભાણાવાસ, યશરાજ સિંહ દરભુ સિંહ ચૌહાણ, ભાણાવાસ હતા. જેમાંથી જબાબા વાઘેલા અને યશરાજ સિંહ દરભુ સિંહ ચૌહાણનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...