કોરોના અપડેટ:જિલ્લામાં 20 દિવસ બાદ ઊંઝામાં કોરોના કેસ નોંધાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી સંક્રમણ લઇ ઊંઝા આવેલા પિતાના સંપર્કમાં આવેલું 5 વર્ષનું બાળક સંક્રમિત થયું
  • જિલ્લામાં 14.07 લાખે પ્રથમ, 8.87 લાખે બંને ડોઝ લીધા

મહેસાણા જિલ્લામાં 20 દિવસ બાદ બુધવારે કોરોનાએ ફરી દસ્તક દીધી છે. સુરતથી સંક્રમિત થયેલા અને ઊંઝા આવેલા પિતાના સંપર્કમાં આવેલું તેમનું 5 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયું છે. જોકે, કોરોના લક્ષણો નોર્મલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

જિલ્લામાં ઓક્ટોબરમાં 3 કોરોના સંક્રમિતો 26 ઓક્ટોબર સુધીમાં સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. એક સપ્તાહ સુધી કોરોનામુક્ત રહેલા જિલ્લામાં બુધવારે ફરી કોરોનાએ દસ્તક દીધી છે. જેમાં ઊંઝા શહેરમાં રહેતાં 5 વર્ષનું બાળક સંક્રમિત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. વિભાગે બાળકની હિસ્ટ્રીની તપાસ કરતાં સુરતથી સંક્રમિત થયેલા તેના પિતાના સંપર્કમાં આવતાં કોરોના સંક્રમિત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાળકમાં કોરોનાના લક્ષણો સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આજદિન સુધીમાં 14,07,953 લોકોને પ્રથમ ડોઝ તથા 8,87,494 લોકોએ બંને ડોઝ લીધા છે. 435 ગામોમાં 1૦૦% રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...