તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો, બે દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 11 કેસ એક્ટિવ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા. જેમાં દિવસે ને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદમાં જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં ઘટાડો નોંધતો રહ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં એક જ કેસ નોંધાતા તંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.

મહેસાણાં જિલ્લામાં આજે કોરોનાનો એક જ કેસ નોંધાયો છે. જ્યારે આજે બે દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં આજે નવા 560 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં હજુ પણ 11 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગઈકાલે લીધેલા 619 સેમ્પલ જેનું રિઝલ્ટ આજ આવ્યું જેમાં તમામ સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ આવેલા, જ્યારે 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...