કોરોના અપડેટ:24 દિવસ બાદ મહેસાણા શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો, 65 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં 24 દિવસ બાદ બુધવારે કોરોનાનો એક કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.મહેસાણા શહેરના 65 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અગાઉ ગત 12 સપ્ટેમ્બરના રોજ એટલે કે 24 દિવસ પહેલાં મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાયો હતો.

આ દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં 22 સપ્ટેમ્બરે રજા અપાઇ હતી. ત્યાર બાદ 14 દિવસ સુધી જિલ્લામાંથી એક કોરોના સંક્રમિત ન મળે તો જિલ્લાને કોરોનામુક્ત જાહેર કરવાનો હતો. જોકે, જિલ્લો કોરોના મુક્ત થવાને માત્ર એક દિવસ બાકી હતો અને સંક્રમિત મળી આવતાં જિલ્લો કોરોનામુક્ત જાહેર થઇ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...