તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટ એન્ડ રન:જમીને ચાલવા નીકળેલા બે વૃદ્ધને કારે ફંગોળ્યા,એકનું મોત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • મહેસાણાના માલ ગોડાઉન રોડ પર હિટ એન્ડ રન, બીજા વૃદ્ધની હાલત પણ ગંભીર, કારચાલક સામે ગુનો

મહેસાણાના માલ ગોડાઉન રોડ પર રવિવારે રાત્રે ચાલવા નીકળેલા બે વૃદ્ધોને કારચાલકે ફંગોળ્યા હતા. જેમાં એકનું ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. હિટ એન્ડ રનની આ ઘટના અંગે બી ડિવિજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરમાં માલ ગોડાઉન રોડ પર આવેલા એબી ટાવરમાં રહેતા બાબુભાઇ નરસિંહભાઇ પ્રજાપતિ (59) અને અક્ષરધામ ફ્લેટમાં રહેતા તેમના મિત્ર જયંતિભાઇ પટેલ (68) રવિવારે રાત્રે 7 વાગે ઘરેથી નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા.

તેઓ આસ્વાદ પાર્લરની સામે શારદા સોસાયટી તરફ રોડની સાઇડમાં ચાલતા જઇ રહ્યા હતા, ત્યારે અહીંથી પૂરઝડપે નીકળેલી અર્ટીગા ગાડી (જીજે 06 પીએ 6721)ના ચાલકે બંનેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને વૃદ્ધોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં જ્યંતિભાઇ પટેલને માથાના પાછળના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત બાબુભાઇ પ્રજાપતિએ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો