અકસ્માતમાં ઇજા:મહેસાણાના નંદાસણ નજીક ગાડીએ ઉંટ લારીને ધડાકા ભેર ટક્કર મારી, એકને ગંભીર ઇજા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંટ લારી રોડ ક્રોસ કરતી હતી ત્યારે ઘટના બની

મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ ખાતે હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલી એક ઊંટ લારીને સામેથી આવી રહેલી એક ગાડી ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં લારી ચાલકને ગંભીર ઇજાઓ થતા ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કડી તાલુકામાં આવેલા નંદાસણ નજીક રાત્રી દરમિયાન એક ઊંટ લારી ખેતરમાંથી બાજરી ભરીને રોડ ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રોડ પર પુરઝડપે આગી રહેલી (GJ-02-CA-7071)ગાડીના ચાલકે ધકડા ભેર ઊંટ લારીને ટક્કર મારી હતી. અકસ્માતમાં લારી પર સવાર યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં ઊંટ લારીનો વચ્ચેનો ભાગ તૂટી જતા નુકસાન થયું હતું. તેમજ ઇજા પામેલા યુવકને આસપાસના લોકોએ ખાનગી વાહનમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજા પામેલા યુવકે નંદાસણ પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...