તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડુ:મહેસાણા શહેરમાંથી રેલવે સ્ટેશન જવા 525 શ્રમિક દીઠ રૂ.260 બસ ભાડુ વસૂલાયું

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગરીબ કલ્યાણ મેળામાં ભાડું ચૂકવતી સરકારે કોરોના મહામારીમાં ભાડુ ઉઘરાવ્યું

ગરીબ કલ્યાણ મેળાઓમાં ગામડાઓમાંથી એસટી બસોમાં લાભાર્થીઓને લાવી તેનું ભાડુ એસટી નિગમને ચૂકવતી સરકાર હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા શ્રમિકો પાસેથી વતન જવાનું અધધ ભાડું વસૂલાયું છે. સોમવારે મહેસાણા તાલુકાના 30 ગામોમાંથી 795 અને મહેસાણા શહેરના જ 6 રૂટથી બસ મારફતે 525 શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી લઇ જવા શ્રમિકદીઠ રૂ.260 ભાડુ વસૂલ કરાયું હતું. શહેરમાં માંડ 2થી 5 કિમી અંતર છતાં તેમની પાસેથી પણ રૂ.260 વસૂલાયા હતા. શ્રમિકદીઠ મહેસાણાથી ઉત્તરપ્રદેશના ગાઝીપુર સુધી રેલવે ભાડુ રૂ.650 અને મહેસાણા રેલવે સ્ટેશન સુધી બસ ભાડુ રૂ.260 મળી કુલ રૂ.910 ઉઘરાવાયા હતા.મહેસાણા મામલતદાર કચેરીના સૂત્રોએ કહ્યું કે, એસટી નિગમને બસદીઠ રૂ.7600 ફિક્સ ભાડુ ચૂકવવાનું હોય છે. બસમાં 30 શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી લવાય છે, તે લેખે દરેક પાસેથી રૂ.260 ભાડુ એકત્ર કરી એસટી નિગમને અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો