મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ચોરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે અમુક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધતી હોય છે ત્યારે અમુક ઘટનાઓની માત્ર અરજીઓ લઇ સંતોષ માનવામાં આવતો હોય છે. હાલમાં કડી પંથકમ બે દિવસ અગાઉ ભાગ્યોદય હોસ્પિટલમાં પાર્ક કરેલા બાઇકને એક ચોર ચોરી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જેના સીસીટીવી સામે આવ્યાં છે.
કડી શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં બે દિવસ અગાઉ ઇનાયતભાઈ અબ્બાસ ભાઈ વાઘેલા નામના વ્યક્તિ પોતાના દીકરાની તબિયત લથડતા સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના પાર્કિંગમાં સાંજે બાઈક પાર્ક કર્યું હતું. તે ચોરી થઇ ગયુ હતું. જેના સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં જોવા મળે છે કે, સાંજે એક ઈસમ હોસ્પિટલના મેઈન ગેટ થઈને પાર્કિંગ એરિયામાં છે અને જ્યાં બાઈક પાર્ક કરેલા હતા ત્યાં બિન્દાસ કોઈ ડર વિના માત્ર બે જ મિનિટમાં બાઈકને ફરાર થઈ જાય છે.
સમગ્ર મામલે બાઈક માલિકને ચોરી અંગે જાણ થઈ ત્યારે આ મામલે ફરિયાદીએ કડી પોલીસને જાણ કરી હતી. જોકે, કડી પોલીસે બાઈક મળી જશે તેવું આશ્વાસન આપી અરજી લઇ પરત મોકલી દીધા હોવાની વાત ફરિયાદીએ દિવ્યા ભાસ્કરને જાણવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.