મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર બુટલેગરને આજે મહેસાણા જિલ્લાની એલસીબી ટીમે દબોચી લીધો છે ત્યારે તેની ગાડી કબ્જે કરી હાલમાં એલસીબી ટીમે આ કેસમાં વધુ તપાસ આદરી છે.
ગુજરાત પોલીસે રાજસ્થાન જઈ બુટલેગરને ઝડપી પાડ્યો
મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આવેલા જિલ્લાઓમાં રાજસ્થાનનો બુટલેગર નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરી ગુજરાતમાં સપ્લાય કરતા આશિષ ઉર્ફ આસુંને ઝડપવા મહેસાણા એલસીબી ની એક ટીમ રાજસ્થાન જઇ બુટલેગરને ઝડપવા વોચમાં હતી એ દરમિયાન રાજસ્થાન તપાસમાં ગયેલા પી.એસ.આઈ.આર.જી.ચૌધરીને બાતમી મળી હતી કે બુટલેગર આસું પોતાની ગાડી લઇ આબુ રોડ થી અમદાવાદ જનાર છે
બુટલેગરને ઝડપવા LCBની બીજી ટિમ નાની દાઉ વોચમાં હતી
રાજસ્થાનમાં બુટલેગરને ઝડપવા ગયેલા પી.એસ.આઈ મહેસાણા એલ.સી.બી પી.આઇ એ.એમ.વાળાને બુટલેગર પોતાની ગાડી લઇ મહેસાણા થઈને અમદાવાદ જતો હોવાની જાણ કરતા LcBની બીજી ટિમ તાબડતોબ નાની ડાઉ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી એ દરમિયાન GJ2DJ9617ની ગાડી અવતાની સાથેજ પોલીસે રોકવી તપાસ દરમિયાન ગાડી માંથી બુટલેગરે આશિષ ઉર્ફ આસું મળી આવ્યો હતો પોલીસે તેણે ઝડપી ગાડી સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતી
બુટલેગર આંસુ પર પ્રોહિબિશનના કુલ 26 ગુના
મૂળ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢનો વતની અને રાજસ્થાનના શિરોહી ખાતે રહેતો બુટલેગરે આશિષ ઉર્ફ આસું અગ્રવાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પોતાના મળતીઓએ મારફતે વિદેશી દારૂ સપ્લાય કરતો હતી તેમજ તેની પર મહેસાણા,બનાસકાંઠા,પાટણ જિલ્લાના મળી કુલ 26 પ્રોહીબ્સનના ગુન્હા દાખલ થયેલ છે ત્યારે હાલમાં બુટલેગરને ઝડપી આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.
આશુ ઝડપાતા રાજ્યની વિદેશી દારૂ સપ્લાયની ચેન તૂટી
મહેસાણા પોલીસના હાથે સપ્લાયર આંસુ ઝડપાઈ જતા માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચાલતી વિદેશી દારૂની સપ્લાયની ચેન હાલના તબક્કે તૂટી જવા પામી હોવાનું પોલીસ માની રહી છે.
ન પકડાય તે માટે મોટેભાગે વોટ્સએપથી જ વાતો કરતો
પોલીસ પોતાને ઝડપી ના પાડે તે માટે આસુ હંમેશા પોતાની સાથે ડોંગલ રાખતો હતો અને માત્ર વોટ્સએપ કોલ કરતો હોવાનું પોલીસ કહી રહી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.