મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે,,આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભરપુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી. આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન કરીએ તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે રક્તાદનના અનેકો ફાયદા છે.રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.તેમજ નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે. જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને 48 કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસ,અગ્રણી મોદી સહિત જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.