અકસ્માત:વિજાપુરમાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળેજ મોત

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ડમ્પર ચાલકે બાઈક લઈને જઇ રહેલા એક વ્યક્તિને ટક્કર મારી ફરાર થયો હતો. જ્યાં અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

વિજાપુર તાલુકામાં આવેલા ખરોડ ગામમાં રહેતા દિનેશચંદ્ર નાયી પોતાનું બાઈક GJ2 BR 5469 લઈને ખરોડ બાજુ આવતા હતા. એ દરમિયાન એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જ્યાં બાઈક ચાલક ફગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

હાલમાં સમગ્ર મામલે મૃતકના પત્ની પુષ્પાબેને અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતમાં મોત ને ભેટનાર મૃતકની ત્રણ દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર શોકમય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...