તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાંચોટ બાયપાસે વાહનની અડફેટે બાઇકચાલકનું મોત

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પટેલ પરિવારે અકસ્માતમાં એકનો એક પુત્ર ગુમાવ્યો
 • મહેસાણાથી રાત્રે કામસર પાંચોટ જતાં અકસ્માત

મહેસાણા શહેરમાં પાંચોટ બાયપાસ પર મંગળવારે રાત્રે બાઇક પર જઇ રહેલા યુવાનનું વાહનની ટક્કરે ગંભીર ઇજા થતાં મોત થયું હતું. મૃતક યુવાન પરિવારમાં એકનો એક પુત્ર હતો. મહેસાણાના રાધનપુર રોડ પર શૈલજા હોમ્સમાં રહેતા મૂળ જોટાણા તાલુકાના કસલપુરા ગામના રણછોડભાઇ બબલદાસ પટેલનો ભત્રીજો હાર્દિક કનુભાઇ પટેલ (25) તેના પિતા સાથે મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો.

મંગળવારે રાત્રે 8 વાગે તે કોઇ કામસર તેમના ઘરેથી બાઇક લઇ પાંચોટ જવા નીકળ્યો હતો અને પાંચોટ બાયપાસ પર ડીમાર્ટ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. બાઇક પરથી ફંગોળાયેલા હાર્દિક પટેલને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલી હાલતમાં ભેગા થયેલા લોકોની મદદથી સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકા રણછોડભાઇ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો