અકસ્માત:મહેસાણાના નાની દાઉ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર ઘાયલ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલા નાની દાઉ રોડ પર એક યુવક પોતાનું બાઈક લઇ જતો હતો એ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી સમગ્ર મામલે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.ત્યારે તેના પિતાએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં મહેસાણા ઊંઝા હાઇવે પર GJ2BA9279 લઇને જઇ રહેલા કિરણ પટેલને નાની દાઉ ગામે આવેલ વિશ્વકર્મા ગેરેજ નજીક અજાણ્યા ગાડી ચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ આસપાસના લોકોને થતા 108ને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘાયલ યુવકને સારવાર અર્થે મોકલી આપ્યો હતો.

અકસ્માતમાં યુવકને હેમરેજ થતા યુવકના પિતા દ્વારા અજાણ્યા વાહનના ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...