દુર્ઘટના:મહેસાણામાં બાઇકચાલકને ગાયે અડફેટે લેતાં 6 ટાંકા આવ્યા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કસ્બામાં રહેતો યુવક નોકરીથી પાછો આવતો હતો

મહેસાણા શહેરમાં રવિવારે સાંજે જોટાણા નોકરીએથી બાઇક પર પરત ફરી રહેલા મહેસાણાના કસ્બાના યુવાનને નાગલપુર પોલીસ ચોકી નજીક ગાયની અડફેટે ઇજા થઇ હતી રવિવારે રાત્રે ઇન્દિનગર રોડથી પસાર થતાં પરાના યુવાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ભગત પટેલની ગાડી પર એકાએક ગાયોનું ઝુંડ આવી જતાં ગાડીનો આગળનો ભાગ ડેમેજ થયો હતો અને ભગત પટેલને સામાન્ય ઇજાઓ થઇ હતી.

મહેસાણાના કસ્બા સેતાવાડામાં રહેતાં 48 વર્ષીય મનસુરખાન નથ્થુખાન પઠાણ રવિવારે જોટાણા જીઇબી નોકરી સ્થળેથી બાઇક પર પરત મહેસાણા આવતા હતા ત્યારે સાંજે 7 વાગ્યાના અરસામાં નાગલપુર પોલીસ ચોકી આગળ ગાયે બાઇકને અડફેટ મારતાં મનસુરખાન પઠાણને ગાયની અડફેટે ઇજામાં માથા અને મોઢાના ભાગે ત્રણ, ત્રણ ટાંકા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...