ચોરીની ઘટના CCTVમાં કેદ:મહેસાણાના પીલાજીગંજ વિસ્તારમાં લોકોની અવરજવર વચ્ચે પાર્ક કરેલી બાઈકની તસ્કરે ઉઠાંતરી કરી

મહેસાણા3 મહિનો પહેલા

મહેસાણા શહેરમાં ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા શહેરમાં આવેલા પીલાજી ગંજ વિસ્તારમાં દુકાન પાસે પાર્ક કરેલી બાઈકની લોકોની અવરજવર વચ્ચે તસ્કરે ઉઠાંતરી કરી હતી. જે બાદ રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર બાઈક ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. જે અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મહેસાણા શહેરમાં 12 નવેમ્બરની સાંજે પીલાજી ગંજ વિસ્તારમાં આવેલા જોકીના શો રૂમ આગળ પાર્ક કરેલી બાઈકને ભરી બજારમાં એક તસ્કર સાંજના સમયે ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...