બાઈકની ઉઠાંતરી:ખેરાલુમાં ગેસ્ટ હાઉસ આગળ પાર્ક કરેલી બાઈક ચોરાઈ, પોલીસે તપાસ આદરી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ખેરાલુમાં આવેલા એક ગેસ્ટ હાઉસના કેમ્પસમાંથી ગ્રાહકનું બાઇક કોઈ ચોરી જવાની ઘટના સામે આવી છે.
મિત્રને આપેલા બાઈકની ચોરી
​​​​​​​
વિસનગર તાલુકાના રંડાલા ગામે રહેતા સંદીપકુમાર ચૌધરીએ પોતાનું બાઈક પોતાના મિત્ર અલકેશ ચૌધરીને આપ્યું હતું. અલકેશ ચૌધરી 4 ડિસેમ્બરના રોજ ફરિયાદીનું બાઈક લઇ ખેરાલુ રસોડાના કામે ગયા હતા. કામકાજ પતાવી રાત્રે મોડું થતા તેઓ ખેરાલુમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં બાઈક કેમ્પસમાં પાર્ક કરી હતી.
પોલીસે તપાસ આદરી
​​​​​​​
સવારે તેઓ બાઈક લેવા ગયા એ દરમિયાન બાઈક ક્યાંય જોવા ન મળતા આસપાસ તપાસ આદરી હતી. જો કે ક્યાંય પણ બાઈક ન મળતા આખરે ફરિયાદીએ ઓનલાઈન સાઈટ પર ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...