આધેડે ગળાફાંસો ખાધો:ખેરાલુની સિદ્ધપુર ચોકડી નજીક એક 55 વર્ષીય શખ્સે આપઘાત કર્યો, પેન્ટ પરથી સુસાઈડ નોટ મળી આવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં આજે એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા એક 55 વર્ષના આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો
ખેરાલુ તાલુકાના દેસાઇવાડાના રહીશ હાલ સિદ્ધપુર ચોકડી નજીક હાઇવે પર એક કોમ્પ્લેક્ષ પાસે ખેતી કામ કરી ખેતરમાં મકાન બનાવી વસવાટ કરતા હતા. જેમાં મૃતક કિરણભાઈ ચૌધરીએ અગમ્ય કારણોસર ઓરીડમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ઘસી છે

મૃતકના પેન્ટ પરથી સુસાઇડ નોટ મળી
55 વર્ષીય કિરણ ચૌધરીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે લોકોએ તપાસ કરતાં મૃતકના પેન્ટ પર એક ચિઠ્ઠી લગાવેલી હોવાની જાણ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ દોડી આવી હતી અને લાશને નીચે ઉતારીને પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. તેમજ સુસાઇડ નોટ કબ્જે કરી પોલીસે વધુ કાર્યવાહી આદરી છે.

અન્ય સમાચારો પણ છે...