તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોક્સોનો ગુનો:વિજાપુરમાં 7 વર્ષની બાળા પર 35 વર્ષના યુવકે દુષ્કર્મ ગુજાર્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઇસ્ક્રીમની લાલચ આપી રેલવે ફાટક પાસે ઓરડીમાં લઇ ગયો
  • પોલીસે પોક્સોનો ગુનો નોંધી હવસખોરને પકડી લીધો

વિજાપુર શહેરમાં 7 વર્ષની બાળકીને બપોરના સમયે આઇસ્ક્રીમ અને ગાંઠિયાની લાલચ આપી રેલવે ફાટક પાસે ઓરડીમાં લઇ ગયેલા 35 વર્ષના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાતાં વિજાપુર પોલીસે હવસખોરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

વિજાપુર હાઇવે પર આવેલી બંસરી હોટલની સામે છાપરામાં રહેતા રમેશ ઉર્ફે ભોજ્યો વિરસિંગ દેવીપૂજક (કાઠીયાવાડી) ગત બુધવારે બપોરે ત્રણ વાગે 7 વર્ષની બાળાને આઇસ્ક્રીમ અને ગાંઠિયાની લાલચ આપી સાથે લઇ ગયો હતો અને વિજાપુર રેલવે ફાટક પાસેની ઓરડીમાં તેની સાથે દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી ગયો હતો. બાળકી સાથે થયેલા દુષ્કર્મની જાણ તેના પરિવારને થતાં આ મામલે વિજાપુર પોલીસ મથકે રમેશ દેવીપૂજક વિરુદ્ધ અપહરણ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે આરોપીની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...