અકસ્માત:કાલરી નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ખેતરમાં પડી, બહુચરાજીના 33 વર્ષના યુવકનું મોત

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરૂવારના રોજ બહુચરાજી મોઢેરા રોડ પર કાર પલટી ખાઈ જતાં બહુચરાજીના ૩૩ વર્ષીય કાર ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બહુચરાજી ખાતે રહેતો જીતેન્દ્ર વીરુભાઈ પન્નાલાલ જોશી નામનો ૩૩ વર્ષીય યુવક ગુરૂવારની સવારે પોતાની કાર લઇને બહુચરાજીથી મહેસાણા જવા નીકળ્યો હતો. દરમિયાન કાલરી નજીક જીતેન્દ્રએ કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા તેની કાર પલટી ખાઈ ગઈ હતી. અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં જીતેન્દ્ર ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પહેલા બહુચરાજી અને ત્યારબાદ મહેસાણા વધુ સારવાર અર્થે લઇ જવાતો હતો, ત્યારે રસ્તામાં જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે રોડ પર જઈ રહેલી ગાડીએ અનેક પલટીઓ ખાતા છેક ખેતર સુધી ઢસડાઈને પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...