તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:15 વર્ષની કિશોરી એક સાથે 5 ગોળી ગળી જતાં ગંભીર

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના ભટાસણ ગામની 15 વર્ષની કિશોરીએ કોઇ કારણોસર વહેલી સવારે 5 ગોળીઓ ગળી જતાં ગંભીર હાલતમાં મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાઇ હતી. ભટાસણ ગામની 15 વર્ષની સપના 2 મહિનાની હતી ત્યારે માતાનું મૃત્યુ થયું હતું. માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ દાદીના હાથે ઉછરેલી સપનાએ ધોરણ-7 બાદ અભ્યાસ છોડી દીધો હતો.

હાલ દાદીના મૃત્યુ બાદ પિતા સાથે રહેતી કિશોરીએ વહેલી સવારે ઘરમાં પડેલી 5 ગોળીઓ ગળી જતાં હાલત ગંભીર બની હતી. મહેસાણા સિવિલમાં લવાયેલી કિશોરીએ ભૂલથી ગોળીઓ ગળી જવાનું કહ્યું હતું, પરંતુ તબીબના મતે કોઇ કારણોસર તેણીએ ગોળીઓ ગળી હોઇ શકે પરંતુ ચોક્કસ કારણ પૂછપરછમાં ખુલ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...