તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સગપણ માટે પરિવાર મૂરતિયો બતાવતાં હોઇ મહેસાણા શહેરની એક 14 વર્ષની કિશોરીએ પોતાના ઘરમાં પંખે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે એ ડિવિજન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં વિસનગર રોડ પર સંકેતનગરની પાસે આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા રમેશભાઇ મારવાડી શનિવારે પરિવાર સાથે ચા-નાસ્તો કરી કામે ગયા હતા. જ્યારે તેમનાં પત્ની કપડાં ધોવા બેઠાં હતાં. આ સમયે આવું છું તેમ કહી મકાનના ઉપરના માળે ગયેલી 14 વર્ષની પુત્રી સ્નેહા લાંબા સમય સુધી નીચે નહીં આવતાં તેની માતાએ તપાસ કરતાં ચોંકી ગઇ હતી.
રૂમમાં પંખા સાથે દુપટ્ટો ભરાવી ગળે ટૂંપો ખાધેલી હાલતમાં પુત્રીને લટકતી જોઇ મહિલાએ મચાવેલી બૂમો સાંભળી પડોશીઓ સહિત દોડી આવ્યા હતા. સવારે 11 વાગે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા એએસઆઇ કાનજીભાઇ દેસાઇએ લાશનું સિવિલમાં પીએમ કરાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, પરિવાર મોતનું કારણ હાલમાં ચોક્કસપણે જણાવતા નથી, પરંતુ કિશોરીને સગપણ માટે ત્રણ-ચાર છોકરા બતાવ્યા હતા પરંતુ તે તેને પસંદ ન હતા. સગપણની ઇચ્છા ન હોઇ તેણીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે મનાય છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.