તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ખેરાલુના મહેકુબપુરામાંથી 10 ફુટ લાંબો અજગરનું રેસ્ક્યુ કરાયુ, અજગરે મોઢામાંથી સુવર ઓકતા લોકો અચબિંત થયા

મહેસાણાએક મહિનો પહેલા
  • 10 ફૂટ લાંબા ઇન્ડિયન પાયથોન જાતિના અજગરને ભારે જહેમત બાદ પકડી લેવાયો

મહેસાણા જિલ્લાના ખેરાલુના મહેકુબપુરા ગામની સીમમાં ઇન્ડિયન પાયાથોન જાતિનો 10 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ ખેરાલુના રેસ્ક્યુ એક્સપર્ટ જાણ કરતાં રેસક્યુ એક્સપર્ટે અજગરને પકડી વન વિભાગને સોંપ્યો હતો. રેસક્યુ દરમિયાન અજગરે મોઢામાંથી સુવર ઓકતા લોકો અચબિંત થયા હતા.

ખેરાલુ, સતલાસણા અને વડનગર પંથકમાં અવાર નવાર જંગલી જાનવર જોવા મળતા હોય છે. ત્યારે વધુ એકવાર ખેરાલુના મહેકુબપુરા ગામે ડેરી પાછળ આવેલા એક ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા ખેરાલુના રેસ્ક્યુ એક્સપર્ટ મહેબુબભાઈને જાણ કરાતા તેમણે સ્થળ પર આવી અંદાજે 10 ફૂટ લાંબા ઇન્ડિયન પાયથોન જાતિના અજગરને ભારે જહેમત ઉઠાવી પકડી પડ્યો હતો.

આ દરમિયાન અજગરે પોતાના મોઢામાંથી એક મૃત હાલતમાં ભૂંડ પણ મળ્યું હતું. બાદમાં મહેબુબભાઈએ પોતાની ટીમ સાથે અજગરને લઇ જઇ વન વિભાગને સોંપી તેને સુરક્ષિત રીતે તારંગાના જંગલોમાં મૂક્ત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...