તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.10માં મહેસાણાના 754 સહિત ઉત્તર ગુજરાતમાં 1914 છાત્રોને A-1 ગ્રેડ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એ-1 ગ્રેડ સાથેના પરિણામમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે
  • બનાસકાંઠામાં 374, સાબરકાંઠામાં 351, પાટણમાં 228, અરવલ્લીના 207ને એ-1 ગ્રેડ

કોરોનાના કારણે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના કુલ 140714 વિદ્યાર્થીઓ પૈકી 1914 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 754 વિદ્યાર્થીઓ છે. રાજ્યમાં એ-1 ગ્રેડ સાથેના પરિણામમાં મહેસાણા જિલ્લો છઠ્ઠા નંબરે અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. બનાસકાઠા જિલ્લામાં 374, સાબરકાંઠા જિલ્લામાં 351, પાટણ જિલ્લામાં 228 અને અરવલ્લી જિલ્લામાં 207 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જોકે કોરોના મહામારીના કારણે બોર્ડ દ્વારા સીધી પરીક્ષાના બદલે આ વખતે ધો.9 અને ધો.10ની શાળાકીય પરીક્ષાના આધારે શિક્ષણબોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરી જાહેર કરાયું છે.

ઉત્તર ગુજરાતના પાંચે જિલ્લાનું ગ્રેડવાઇઝ પરિણામ

જિલ્લોપરીક્ષાર્થીએ-1એ-2બી-1બી-2સી-1સી-3ડી
મહેસાણા33197754215532824701662071558530
બનાસકાંઠા49108374206046047884111361108311967
સાબરકાંઠા21425351109120133588554352673572
પાટણ1969622876916172845406347435431
અરવલ્લી1728820764515513372465940122842
કુલ140714191467201306722390320213226032342
અન્ય સમાચારો પણ છે...