માગ:મહેસાણા જિલ્લાના 6000 સરકારી કર્મચારીની 9મીએ ગાંધીનગરકૂચ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ બુલંદ બનાવાશે

મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી મંડળ, ગ્રામસેવક, આરોગ્ય, મહેસુલ, માધ્યમિક અને ઉ.મા. શિક્ષક સંઘના તમામ હોદ્દેદાર કર્મચારીઓના મોરચાની સંયુક્ત બેઠક શુક્રવારે મહેસાણા જેલ રોડ ખાતે શિક્ષક ભવનમાં યોજાઇ હતી.

જેમાં 9 મેના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા આયોજિત નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગાંધીનગરમાં યોજાયેલા ધરણાંમાં ભાગ લેવા જવાનું આયોજન કરાયું હતું. જિલ્લામાંથી 6000થી વધુ કર્મચારીઓ ગાંધીનગર ધરણાંકૂચ કાર્યક્રમમાં જોડાશે અને જૂની પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી લડત આપવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. વિજાપુર ખાતે પણ શિક્ષકોની આ મુદ્દે બેઠક યોજાઇ હતી. જેમાં જૂની પેન્શન યોજના લાગુ ન કરાય ત્યાં સુધી લડી લેવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...