કોરોના:મહેસાણા જિલ્લામાં કોરોનાના 99 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં રેકોર્ડ બ્રેક 77 નોંધાયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં 18, બનાસકાંઠામાં 16 નવ કોરોના કેસ નોંધાયા
  • નવા 99 સંક્રમિતો સામે 106 સ્વસ્થ થયા, એક્ટિવ કેસ 430 રહ્યાં

મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોનાના 99 સંક્રમિતો સામે આવ્યા હતા. 99 પૈકી 22 કેસ શહેરી વિસ્તારોમાંથી મળ્યા હતા. જો કે, અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી સૌથી વધુ 77 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ 35 કેસ મહેસાણામાં નોંધાયા હતા. આ ઉપરાંત ઊંઝામાંથી 24, વિજાપુરમાંથી 17, કડી અને વડનગરમાંથી 7-7, બહુચરાજી અને જોટાણામાં 3-3, વિસનગરમાંથી 2 તેમજ ખેરાલુમાંથી 1 કેસ સામે આવ્યો હતો. બીજી બાજુ સ્વસ્થ થયેલા 106 સંક્રમિતોને ડિસ્ચાર્જ કરાતાં જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 430 રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા1583 શંકાસ્પદ સેમ્પલ સાથે કુલ 1781 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

પાટણ જિલ્લામાં 1585 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 18ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જેમાં સિદ્ધપુર શહેરમાં બે કેસ તેમજ લાલપુર ગામમાં બે કુંવારા ખડીયાસણ અને ગણવાડા ગામમાં એક એક કેસ મળી તાલુકામાં સાત કેસ, પાટણ શહેરમાં રામનગર વિસ્તારમાં બે , મોટી ભાટીયાવાડ અને રોટરી નગરમાં એક એક મળી ચાર કેસ , ચાણસ્મા ના ગંગેટ અને કેસણી ગામમાં એક એક કેસ, સરસ્વતી તાલુકાના ભીલવણ વાગડોદ ગામમાં એક એક કેસ અને સાતલપુરના જે એકડા ગામમાં એક કેસ નોંધાયો હતો.

પાલનપુરમાં કોરોનાના નવા 16 કેસ સામે આવ્યા છે. જેમાં વડગામ, ધાનેરા, ડીસામાં 3-3 થરાદ પાલનપુર 2-2 જ્યારે વાવ દાંતીવાડા અને ભાભરમાં 1-1 નવા કેસો નોંધાયા છે. હાલમાં જિલ્લાના એક્ટિવ કેસની સંખ્યા 98 એ પહોંચી ગઈ છે. 22ને રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...