છેતરપિંડી:શેર બજારમાં રોકાણથી મોટા નફાની લાલચ આપી 96.92 લાખની ઠગાઈ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોકાણ અને નફાના ખોટા દસ્તાવેજ બનાવી કડીના 20થી વધુ લોકોને છેતર્યા
  • કાવતરું રચી​​​​​​​ વિશ્વાસઘાત કરનાર કડીના 4 સહિત 6 શખ્સો સામે ગુનો

કડીની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા એક કંપનીના માલિક અને તેમના મિત્રો સાથે કડી, સુરત, અમદાવાદના 6 શખ્સોએ કાવતરું કરી શેરબજારમાં નાણાં રોકી મોટો ફાયદો કરાવી આપવાનો વિશ્વાસ આપી રૂ. 96.92 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.કડીના મેહુલભાઇ મનુભાઇ પટેલ તથા તેમના મિત્રોને શેર બજારમાં નાણાં રોકો તો મોટો ફાયદો કરી આપીશું તેવો 6 શખ્સોએ વિશ્વાસ આપી ડિસેમ્બર 2021 થી 2 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેમની પાસેથી રૂ. 96.92 લાખ લઇ વિશ્વાસઘાત કરી ખોટું રેકર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી હતી.

દેસાઇ અરૂણભાઇ નવિનચંદ્રના નામનું વેલવર્થ કંપનીનું ખોટું સ્ટેટમેન્ટ બનાવી બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો હતો. જે અંગે મેહુલભાઇ મનુભાઇ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં રાજન અરવિંદભાઇ શાહ, અરવિંદભાઇ અમરતલાલ શાહ, કેતન અરવિંદભાઇ શાહ (ત્રણેય સપના સોસાયટી, કડી-થોળ રોડ), મનન જતિનભાઇ શાહ ( જૈન દેરાસરની પાછળ ફ્લેટમાં કડી), કોરડીયા શ્વેત ધીરજભાઇ (સુરત) અને પૂર્વ પટેલ (અમદાવાદ) વિરુદ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...