તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીતની ખુશી:મહેસાણાનાં 95 વર્ષીય દાદીએ હોમ આઇસોલેટ રહી મક્કમ મનથી 11 દિવસમાં કોરોનાને હરાવ્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના નેગેટિવ આવતાં સોસાયટીએ શાલ અને ફુલહારથી વધાવ્યા

મહેસાણા શહેરના વિસનગર લીંક રોડ પર ગાયત્રી મંદિર નજીક કેદારનાથ સોસાયટીમાં રહેતાં 95 વર્ષીય વાલીબેન હરજીવનદાસ પટેલે 11 દિવસમાં કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. ગત 29 એપ્રિલે નાદુરસ્ત તબિયત જણાતાં કરાવેલો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમના પુત્ર યોગેશભાઇ પટેલે જણાવ્યું કે, હોસ્પિટલોમાં બેડ ન મળતાં હોમ આઇસોલેટ કરી અમદાવાદના એમડી ડો. સત્ય પટેલની ઓનલાઇન નિ:શુલ્ક દેખરેખ નીચે રાખી સારવાર કરાવી હતી અને 9 મેએ કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવતાં રહીશો અને નગરસેવક અમિત પટેલ દ્વારા શાલ અને ફુલહારથી દાદીમાનું સ્વાગત કરાયું હતું.

યોગેશભાઇએ કહ્યુ કે, ઘરમાં પહેલાં પુત્ર અને પુત્રવધૂ સંક્રમિત થયાં, પછી બા સંક્રમિત થયાં. હોસ્પિટલમાં બેડ ન મળતાં ઘરે જ સારવાર કરી અમારા પાંચ ગામ લેઉવા સમાજના તબીબે આપેલા ઓનલાઇન માર્ગદર્શનથકી કોરોનાને પરાસ્ત કરવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...