ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ:ધો.12 સામાન્ય પ્રવાહનું ઉ.ગુ.નું 90.28 ટકા પરિણામ: વર્ષ 2020થી 7 ટકા વધ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરનું પરિણામ 81.88%, રાજ્યમાં મહેસાણા જિલ્લો 18મા ક્રમે
  • જિલ્લામાં​​​​​​​ સૌથી ઊંચું ખરોડ કેન્દ્રનું 95.69%, સૌથી નીચું મહેસાણા પશ્ચિમ કેન્દ્રનું 80.98%

ઉત્તર ગુજરાતમાં ધોરણ-12 સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહનું સરેરાશ પરિણામ 90.28% આવ્યું છે. રાજ્યમાં 95.41% સાથે ડાંગ પ્રથમ, 93.87% સાથે બોટાદ બીજા અને 93.65% સાથે બનાસકાંઠા જિલ્લો ચોથા ક્રમે રહ્યો છે.

બંને પ્રવાહમાં રજીસ્ટ્રેશન થયેલા 55414 પૈકી 55009 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી 49981 પાસ અને 5433 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 110 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. 5 જિલ્લાનું પરિણામ જોઇએ તો, બનાસકાંઠાનું 93.65%, અરવલ્લીનું 90.86%, સાબરકાંઠાનું 90.19%, પાટણનું 88.86% અને મહેસાણાનું 87.86% પરિણામ રહ્યું છે. બનાસકાંઠાના છાપી કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે.

A1 ગ્રેડ : મહેસાણા જિલ્લાના 26 છાત્રોએ A-1 ગ્રેડ હાંસલ કર્યો, 2020માં માત્ર 8 હતા

જિલ્લોરજીસ્ટ્રેશનપરીક્ષાર્થીA1A2B1B2C1C2DE1નાપાસટકા
મહેસાણા12247121602667122453166311013281353156387.86
પાટણ734673001446414431980174078757186088.86
બનાસકાંઠા20326201914215965178633543671317722141793.65
સાબરકાંઠા798178831448615402343192675346287190.19
અરવલ્લી751474751440715332245182072349172290.86
કુલ5541455009110362411939160691296349083599543390.28

મહેસાણા જિલ્લામાં 12247 પૈકી 12160 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 1563 પરીક્ષાર્થી નાપાસ થતાં 87.86% પરિણામ આવ્યું હતું. જેમાં 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. મહેસાણા શહેરના 2 કેન્દ્રમાં 2272 પૈકી 2255 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 81.88% સાથે 1844 વિદ્યાર્થી પાસ થયા છે. જિલ્લાના 20 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષા પર નજર કરીએ તો 95.69 ટકા સાથે ખરોડ કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું, જ્યારે 80.98 ટકા સાથે મહેસાણા પશ્ચિમ કેન્દ્રનું પરિણામ સૌથી નીચું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2020માં મહેસાણાનું 82.23% પરિણામ સામે ચાલુ સાલે 87.86% પરિણામ આવ્યું છે. એટલે કે 5.63% પરિણામ ઊંચું આવ્યું છે.

2020ની સરખામણીએ ચાલુ સાલે 7% પરિણામ વધ્યું

જિલ્લો20202022વધ-ઘટ
મહેસાણા82.23%87.86%0.0563
પાટણ86.67%88.85%0.0218
બનાસકાંઠા85.66%93.65%0.0799
સાબરકાંઠા80.43%90.19%9.76%
અરવલ્લી81.44%90.86%0.0942
સરેરાશ83.28%90.28%0.07

બનાસકાંઠાના છાપી કેન્દ્રનું 100 ટકા પરિણામ
બોર્ડની આ પરીક્ષામાં D ગ્રેડ કે તેથી વધુના ગ્રેડમાં રાજ્યમાં 18909 વિદ્યાર્થીઓ સાથે બનાસકાંઠા 4થા ક્રમે, 10684 વિદ્યાર્થી સાથે મહેસાણા 18મા ક્રમે, 7110 વિદ્યાર્થીઓ સાથે સાબરકાંઠા 12મા ક્રમે, 6792 વિદ્યાર્થીઓ સાથે અરવલ્લી 10મા ક્રમે અને 6486 વિદ્યાર્થીઓ સાથે પાટણ 16મા ક્રમે રહ્યો છે. બનાસકાંઠાના છાપી કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

પરિણામ ઊંચું આવ્યું પણ રાજ્યમાં ક્રમાંક નીચો આવ્યો
કોરોનાકાળને 2021માં બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન અપાયું હતું. 2020ની સરખામણીએ ચાલુ સાલે ઉત્તર ગુજરાતનું સરેરાશ પરિણામ 7% વધ્યું છે. તેમ છતાં રાજ્યમાં ક્રમાંક નીચો આવ્યો છે. 2020માં પાટણ રાજ્યમાં પ્રથમ, બનાસકાંઠા બીજા, મહેસાણા છઠ્ઠા, અરવલ્લી 7મા અને સાબરકાંઠા 10મા ક્રમે રહ્યો હતો. ચાલુ સાલે બનાસકાંઠા ત્રીજા, મહેસાણા 7મા, સાબરકાંઠા 17મા, અરવલ્લી 18મા અને પાટણ 19મા ક્રમે ધકેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...