તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ખેરાલુ તા.ના વરેઠામાં બંધ મકાનમાં 90 હજારની ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.30 હજારનો સોનાનો દોરો અને રૂ.60 હજાર રોકડ ગઇ

ખેરાલુ તાલુકાના વરેઠા ગામની સીમમાં બંધ મકાનનો લાભ લઇને આવેલા તસ્કરો તિજોરી તોડી રોકડ રૂ.60 હજાર અને સોનાનો દોરો મળી કુલ રૂ.90 હજારની મત્તા ચોરી ગયા હતા. જે અંગે ખેરાલુ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરેઠાના ઉદાજી ગુમરજી ઠાકોર મંગળવારે સવારે કુટુંબીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને તેમના પત્ની અને દીકરીઓ ઢોર માટે ઘાસ લેવા ગયા તે સમયે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડ્યું હતું.

ઘરમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરીનું તાળું તોડી અંદર ડ્રોઅરમાં મૂકેલ સોનાનો રૂ.30 હજારનો દોઢ તોલાનો દોરો અને રોકડ રૂ. 60 હજાર મળી કુલ રૂ. 90 હજારની મત્તા ચોરી ગયા હતા. ઘાસ લઇને ઘરે પરત ફરેલી મહિલાએ મકાનનું તાળું તૂટેલું જોઇ તાત્કાલિક પતિ ઉદાજીને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે મકાન માલિક ઉદાજી ગુમરજીએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો