108ની કામગીરી:મહેસાણા જિલ્લાની 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓએ વર્ષ દરમિયાન 28 હજારથી વધુ દર્દીઓને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડ્યા

મહેસાણાએક મહિનો પહેલા

રાજ્યમાં 108 ઈમરજન્સી સેવા આશીર્વાદરૂપ બની છે. વર્ષ 2022માં મહેસાણા જિલ્લામાં 108ની ઉત્તમ કામગીરી સામે આવી છે.108 ઈમરજન્સી સેવા છેલ્લા કેટલાક વર્ષથી મહેસાણા જિલ્લામાં લોકોના જીવ બચાવવા માટે કટીબદ્ધ રીહ છે. લોકો માટે આશીર્વાદરૂપ બની છે. હાલમાં મહેસાણા જિલ્લામાં 19 એમ્બ્યુલન્સ અને 9 ખિલખિલાટ વાન કાર્યરત છે. જેના દ્વારા 2022ના વર્ષમાં 108 એમ્બ્યુલન્સ એ સગર્ભાની 9947 પ્રસુતિનાને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી છે.

તેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માતને લાગતા 4261 કેસ, શ્વાસ લેવામાં તકલીફ પડતા 1545, પેટમાં દુ:ખાવાના 2437,નોન અકસ્માત ના 2900,લકવાના167,હાર્ટએટેક ના 962,ખેંચ આવવાના 623,ડાયાબિટીસના 313,પેટમાં દુખાવાના 2437,તાવના 629,પોઈજીનીગ ના 373 તથા અન્ય અલગ અલગ કેસ નોંધાયા હતા. આ કામગીરીને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાના 108 ના અધિકારી જૈમિન પ્રજાપતિએ 108 અને ખિલખિલાટના કર્મચારીઓની સેવાને બિરદાવાઇ હતી.

મહેસાણા જિલ્લામાં વિતેલા વર્ષમાં 1906 લોકોનીજિંદગી બચાવી છે 108 એ જિલ્લા માટે જીવાદોરી બની રાત હોય કે દિવસ 24x7 કલાક 365 દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે એક પલનો વિરામ કર્યા વગર 108ના કર્મચારી દ્વારા લાખો પરિવારના જીવ બચાવનાર યોદ્ધાઓ એટલે E M T અને PILOT તેઓના દ્વારા વર્ષ દરમિયાન પ્રસંસનીય કામગીરી કરવામાં આવી છે. મહેસાણાના 108ના અધુકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે જિલ્લામાં 108ની 19 એમ્બ્યુલન્સ દ્વારા કુલ 28750 દર્દીઓને સમય પર સારવાર આપી હતી EMRI GREEN HELTH SERVICE 108 દ્વારા બચાવી ખુશી લહેરાવી છે.

અધિકારીએ દિવ્ય ભાસ્કર જણાવ્યું કે મહેસાણા જિલ્લા 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓએ વર્ષ 2022 દરમિયાન કુલ 106 પ્રસુતાને એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવી માતા અને બાળકીને નવજીવન આપી ઉત્તમ કામગીરી કરી હતી. આમ મહેસાણા જિલ્લામાં કુલ 19 એમ્બ્યુલન્સ ના 90 જેટલા 108 કર્મીઓએ વર્ષ દરમિયાન દિવસ રાત કે તહેવાર જોયા વિના પોતાની કામગીરી કરી હતી ત્યારે મહેસાણા જિલ્લામાં કોલ આવતા જ ગ્રામ્ય વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ માત્ર 17 મિનિટ જેટલા સમયગાળા માં પહોંચી દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...