ગામડાંમાં સંક્રમણ વધ્યું:જિલ્લામાં વધુ 9 કેસ,જોટાણાના ત્રણ વર્ષના મૃત્યુ પામેલા બાળકને કોરોના

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, જોટાણા, ખેરાલુ, બહુચરાજી અને વિજાપુરના ગ્રામ્ય વિસ્તારમાં 8 અને ખેરાલુ શહેરમાં એક કેસ
  • બે દિવસમાં 19 નવા કેસ સાથે એક્ટિવ કેસ 30એ પહોંચ્યા

મહેસાણા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે નોંધાયેલા 9 પોઝિટિવ કેસમાં ખેરાલુ શહેરના એક કેસને બાદ કરતાં બાકીના તમામ 8 કેસ મહેસાણા, જોટાણા, ખેરાલુ, બહુચરાજી અને વિજાપુર તાલુકાના ગામોના છે.

જે પૈકી જોટાણા તાલુકાના લીવરની બીમારીથી પીડિત ત્રણ વર્ષના મૃત્યુ પામેલા બાળકનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકના નજીકના સંપર્કવાળા પરિવારના ચાર વ્યક્તિના શુક્રવારે સેમ્પલ લેવામાં આવનાર છે. બુધવારના 10 કેસમાં 7 કેસ ગામના હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 30એ પહોંચ્યો છે.

ગુરુવારે નોંધાયેલા તમામ 9 દર્દીને આરોગ્ય તંત્રના સુપરવિઝન હેઠળ હોમ આઇસોલેશન કરાયા છે. આરોગ્ય તંત્રના કહેવા મુજબ, તમામની તબિયત સ્થિર છે. બીજી તરફ, કોરોના સંક્રમણ વધતાં આરોગ્ય વિભાગે તમામ ડોક્ટરોની બેઠક કરી હતી. જેમાં શરદી તાવના તમામ દર્દીઓને ટેમીફલુ દવા આપી જરૂર જણાય તો દવાખાનામાં દાખલ કરવાની પણ સૂચના અપાઇ છે.

બાળકને લીવરની બીમારી હોઇ ઓપરેશન થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યો
જોટાણા પંથકના ત્રણ વર્ષના બાળકને લીવરની બીમારી હોઇ તેની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. લીવરના ઓપરેશન માટે બુધવારે આ બાળકનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. ત્યાર બાદ મોડી સાંજે બાળક મૃત્યુ પામ્યું હતું. ગુરુવારે તેના લેવાયેલા ટેસ્ટનું પરિણામ આવતાં તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

મહેસાણાની 26 વર્ષની યુવતીને ઇન્ફ્લુઅેન્ઝા ગાંધીનગર સિવિલમાં સારવાર બાદ રજા અપાઇ
​​​​​​​મહેસાણા શહેરમાં પરિવાર સાથે રહેતી અને ગાંધીનગર સામાજિક કામે ગયેલી 26 વર્ષની યુવતી બીમાર થતાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેના કરાયેલા ટેસ્ટમાં ગુરૂવારે તેણીને H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગ મુજબ, યુવતીની તબિયત સ્થિર હોવાથી ગુરુવારે તેને રજા અપાઇ હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...