તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બહુચરાજીની ગોકુલધામ સોસાયટીમાં જુગાર રમતાં 9 જુગારીયા ઝડપાયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 10,460ની રોકડ રકમ કબજે લઈ કાર્યવાહી કરી

બહુચરાજી-શંખલપુર રોડ ઉપર ગોકુલધામ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 9 શખ્સોને બહુચરાજી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા 10,460ની રોકડ રકમ કબજે લઈને કાર્યવાહી કરી હતી. બહુચરાજી પોલીસને મળેલી બાતમીના આધારે મંગળવારે રાત્રે ગોકુલધામ સોસાયટીમાં રેડ કરી હતી. રેઈડ દરમિયાન સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 9 શખ્સો ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા 10,460ની રોકડ રકમ કબજે લઈને કાર્યવાહી કરી હતી.

ઝડપાયેલા શખ્સો
1.કરણ અમરતદાન ગઢવી રહે.બહુચરાજી
2.શેલેષ મનુભાઈ પ્રજાપતિ રહે.બહુચરાજી
3.કપિલ મહેશભાઈ સુથાર રહે.બહુચરાજી
4.દિવ્યેશ નિકુલભાઈ રાવળ રહે.બહુચરાજી
5.વિપુલ રમેશભાઈ દરજી રહે.મહેસાણા
6.રોનક લાડજીજી ઝાલા રહે.બહુચરાજી
7.નિકુલ અમરતદાન ગઢવી રહે.બહુચરાજી
8.વસંત શંભુદાન ગઢવી રહે.મહેસાણા
9.સૂરજ ગોવિંદજી ઠાકોર રહે.બહુચરાજી

અન્ય સમાચારો પણ છે...