જુગારધામ પર દરોડો:મહેસાણા બોરીયાવી ગામે જુગાર રમતા 9 જુગારી ઝડપાયા, એલસીબીએ 61 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે કર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકામાં આવેલા બોરીયાવી ગામે જુગાર રમતા હોવાની બાતમી મહેસાણા LCB ટીમને મળી હતી. જે બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડી 9 જેટલા જુગારીને 61 હજારથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા અને વધુ કાર્યવાહી આદરી હતી.

એલસીબી સ્ટાફને બાતમી મળી હતી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શેખ અસફાક અજીજભાઈ અને ચૌધરી જયંતી ભેગા મળી બોરીયાવી ખાતે આવેલા મકાનમાં જુગાર ચલાવે છે. પોલીસને બાતમી મળતા બોરીયાવી ગામે જઇ જયંતી ચૌધરીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઉપરના માળે કેટલાક જુગારી પત્તા વડે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સમગ્ર મામલે 54 હજાર 900 રોકડા, 5 ફોન કિંમત 7 હજાર મળી કુલ 61 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...