ચિત્ર સ્પષ્ટ:મહેસાણા જિ.માં 7 બેઠકો પર શનિવારે 9 ફોર્મ પરત ખેંચાયાં

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર શનિવારના રોજ 9 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં મોટાભાગના અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.શુક્રવારના રોજ ફોર્મ ચકાસણી બાદ શનિવારના રોજ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર 9 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં ખેરાલુમાં 1, ઊંઝામાં 1, વિસનગરમાં 3, બેચરાજીમાં 2, જ્યારે કડી અને મહેસાણામાં 1-1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. વિજાપુર વિધાનસભામાં એકપણ ફોર્મ પરત ખેંચાયું નથી. ઉલ્લેખનીય છે કે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર સોમવાર હોઇ તે દિવસે આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

ફોર્મ પરત ખેંચનાર 9 ઉમેદવારનાં નામ
1.ખેરાલુ બેઠક : ઠાકોર આકાશકુમાર કનકસિંહ
2.ઊંઝા બેઠક : પટેલ ભાનુભાઈ કાંતિલાલ
3.વિસનગર બેઠક : પરમાર ગિરીશકુમાર દલાભાઈ
4.ઠાકોર કનુજી પરબતજી
5.યોગેશકુમાર પટેલ
6.બેચરાજી બેઠક : પટેલ અલ્પેશકુમાર કાંતિભાઈ
7.પટેલ જીગ્નેશ મીઠાભાઈ
8.કડી બેઠક : પરમાર ભરતકુમાર 1બાબુલાલ
9. મહેસાણા બેઠક : ચૌહાણ પ્રકાશ ત્રિભુવનદાસ

અન્ય સમાચારો પણ છે...