• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 9 Employees Including Administrator Of Ahmedabad's Planet Education, SOG Accused, More Than 950 Candidates Fear IELTS Scores Paid 14 Lakhs This Year

મહેસાણા IELTS કૌભાંડ મામલો:અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશનના સંચાલક સહિત 9 કર્મચારીઓને SOGનું તેંડુ, 950થી વધુ ઉમેદવારોએ આ વર્ષે 14 લાખ ચૂકવી IELTS સ્કોર મેળવ્યાની આશંકા

મહેસાણા9 દિવસ પહેલા
  • IELTSની પરીક્ષાનું આયોજન કરતી એજન્સીના સંચાલકોને જવાબ લેવાશે
  • મહેસાણામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડી CCTV બંધ કરી દેવામાં આવતા હતા

મહેસાણાના ચાર વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષામાં આઠ બેન્ડ આપવાના કેસમાં તપાસ માટે મહેસાણા એસઓજી ટીમે અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક સહિત નવ કર્મચારીઓને જવાબ લખાવવા બોલાવ્યા છે, જે આવતીકાલે આવશે. મહેસાણા એસઓજીમાંથી મળતી માહિતી મુજબ અમેરિકા ગયેલા ચારે વિદ્યાર્થીઓએ નવસારીમાં પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશન કન્ડકટ કરે છે. જેથી તેમના સંચાલક ઇન્દ્રજીત રાજપુત તથા તેના ફેકલ્ટીઓને બોલાવવામાં આવ્યા છે. આજે પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક ઇન્દ્રજીત રાજપુત તથા અમદાવાદ અને નવસારીમાં પરીક્ષા કન્ડકટ કરતા નવ જેટલા કર્મચારીઓને મહેસાણા એસઓજીમાં હાજર થવા તાકીદ કરાઈ છે. આ નવ કર્મચારીઓના જવાબ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

950થી વધુ ઉમેદવાર 14 લાખ ખર્ચી IELTS સ્કોર મેળવ્યાની આશંકા
ઇન્ટરનેશનલ ઇંગલિશ લેંગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમ એટલે કે, IELTSની પરીક્ષામાં થયેલી ગેરરીતી અંગે રાજકોટ વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદમાં સાત કેન્દ્રો સ્કેનર હેઠળ આવ્યા છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 950થી વધુ ઉમેદવારો આ વર્ષે 14 લાખ રૂપિયા ચૂકવીને છેતરપિંડી કરીને ઉચ્ચ IELTS સ્કોર મેળવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. તે બધા હવે યુએસ અથવા કેનેડામાં છે તેવું જાણવા મળ્યું છે. ગેરરેતીનો પ્રથમ કિસ્સો એપ્રિલ મહિનામાં સામે આવ્યો હતો, ત્યારે નડિયાદમાં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. બાદમાં નવસારી અને મહેસાણામાં ઉમેદવારોને બેસાડવા માટે બે કેન્દ્રોના સીસીટીવી બંધ હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર કૌભાંડ આવી રીતે ચાલે છે
કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય અને તેનું અંગ્રેજી નબળું હોય, પરંતુ આર્થિક સ્થિતિ મજબૂત હોય તો તેને રૂપિયા 30 લાખમાં આઈઇએલટીએસમાં આઠ બેન્ડ લઈ આપવાની ઓફર આપ્યા બાદ તેમાં ભાવતાલ કરી 20થી 25 લાખમાં સોદો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એક ડમી હોશિયાર સ્ટુડન્ટ તૈયાર કરવામાં આવે છે અને તેને તથા પરીક્ષા કંડકટર સાથે રૂપિયા પાંચ લાખમાં સેટિંગ કરવામાં આવે છે.

પરીક્ષા પહેલા ડમી વિદ્યાર્થીને વોશરૂમમાં છુપાવી દેવામાં આવે છે
IELTS પરીક્ષા આપવા માટે પહેલાં લાખોમાં સેટિંગ કર્યા બાદ તેમાં ડમી વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ વોશરૂમમાં છુપાવી દેવામાં આવે છે. જ્યારે મૂળ વિદ્યાર્થી આવે અને તેના ફિંગર લેવાની અને આઈકાર્ડ હોલ ટિકિટ ચકાસણી પૂરી થઈ જાય એટલે તે વિદ્યાર્થી લઘુ શંકા જવાનું કહી વોશ રૂમમાં ઘૂસી જાય છે અને ડમી વિદ્યાર્થી તેના સ્થાને પરીક્ષા આપવા આવી જાય છે. આ કૌભાંડ સામે ન આવે એ માટે cctv કેમેરા પણ બંધ કરી દેવામાં આવે છે.

મહેસાણામાં યોજવામાં આવેલી પરીક્ષામાં SOGએ ચેકિંગ કર્યું
મહેસાણાના હરસિદ્ધ પાર્ટી પ્લોટમાં શનિવારે IELTSની પરીક્ષા લેવાઈ હતી. ત્યારે મહેસાણા એસઓજી પી.આઈ ભાવેશ રાઠોડ ત્રણ ગાડીઓ ભરીને પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓના આઈડી પ્રુફ પાસપોર્ટ અને પેપરો ચકાસવા માંગણી કરી હતી, પરંતુ પરીક્ષા કંડકટર કરનારા કર્મચારીઓએ પોલીસને સહયોગ ન આપી વિદ્યાર્થીઓના પેપરો જોવા દીધા નહોતા. મહેસાણા એસઓજીના ચેકિંગ દરમિયાન હરસિદ્ધ પાર્ટી પ્લોટમાં પરીક્ષા દરમિયાન તમામ સીસીટીવી કેમેરા બંધ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવતા પોલીસે કેમેરા ચાલુ કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...