જુગારધમ ઝડપાયું:ઊંઝામાંથી તમાકુની ખળીમાં જુગાર રમતા 9 શખ્સો પોણા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી
  • રેડ દરમિયાન 5 લાખ 92 હજારનો મુદ્દામાલ ઝપ્ત કર્યો

મહેસાણા જિલ્લામાં જુગારની પ્રવુતિઓ ફુલી ફાલી છે. શકુનીઓને કોઇ કાયદાનો ડર ના હોય તેમ ખૂલ્લેઆમ જુગાર રમી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ જ કડીમાંથી દશ જુગારી ઝડપાયા હતા, ત્યારબાદ આજે ફરી એક વાર ઊંઝા પંથકમાં જુગાર રમતા આઠ જેટલા જુગારીઓને રેડ દરમિયાન પોલીસે ઝડપી લીધા હતા.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ઊંઝા ગંગાપુરા રોડ પર બ્રિજેશ જયંતિલાલ પટેલ નામનો ઈસમ ઊંઝા ગંગાપુરા રોડ પર આવેલી તમાકુની ખળીમાં મકાનની અંદર બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. માહિતી મળતાં મહેસાણા LCBની ટીમે કાર્યવાહી કરી હતી

રેડ દરમિયાન 9 જેટલા જુગારીને ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન રોકડ રોકમ 1 લાખ 42 હજાર, 10 મોબાઈલ જેની કિંમત 1 લાખ 89 હજાર, એક ટીવી10 હજાર, 4 વાહનો જેની કિંમત 2 લાખ 50 હજાર મળી કુલ 5 લાખ 92 હજાર 500નો મુદ્દામાલ રેડ દરમિયાન મળી આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ

બ્રિજેશ જયંતિલાલ પટેલ

વિષ્ણુ ઇશ્વરલાલ પટેલ

ચિરાગ રમેશભાઈ પટેલ

અલ્કેશ અંબાલાલ પટેલ

આશિષ મણિલાલ પટેલ

જગદીશ અંબાલાલ પટેલ

સંજય અરવિંદભાઈ

રાકેશ વિષ્ણુભાઈ

પટેલદેવાંગ વિષ્ણુભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...