• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 89.25 Per Cent Monsoon Planting In UG, Including 86.23 Per Cent In Mehsana District, Farmers Planted Diwali In 2.29 Lakh Hectares

વાવેતર:મહેસાણા જિલ્લામાં 86.23 ટકા સહિત ઉ.ગુ.માં 89.25 ટકા ચોમાસુ વાવેતર, ખેડૂતોએ 2.29 લાખ હેક્ટરમાં દિવેલા વાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 4 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું
  • અરવલ્લી, સા.કાં. અને બ.કાં.માં વાવેતર 100% નજીક, પાટણમાં સૌથી ઓછું 67.43%

ઉત્તર ગુજરાતમાં હવે ચોમાસું સિઝન પૂર્ણતા તરફ જઇ રહી છે. સિઝનના 16.59 લાખ હેક્ટરના વાવેતરના અંદાજ સામે 14.92 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 4 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થઇ ચૂક્યું છે. જ્યારે દિવેલાનું 2.29 લાખ હેક્ટરે વાવેતર પહોંચ્યું છે. જોકે, મહેસાણા જિલ્લામાં સતત વરસાદના કારણે લોકો પૂરતા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરી શક્યા નથી. ઘણા ખરા ખેડૂતો હવે વાવેતર કરવા તૈયારી કરી રહ્યા છે.

ઉ.ગુ.માં 14.92 લાખ હેક્ટર વાવેતરમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાવેતર 100% નજીક પહોંચ્યું છે. જ્યારે સૌથી ઓછું 67.43% હેક્ટર વાવેતર પાટણમાં થયું છે. જ્યારે મહેસાણાનું 86.23% વાવેતર થઇ ચૂક્યું છે. 4 લાખ હેક્ટર સાથે ઘાસચારાનું સૌથી વધુ વાવેતર થયું છે.

મગફળીનું 2.76 લાખ, દિવેલાનું 2.29 લાખ, કપાસનું 1.94 લાખ, બાજરીનું 1.34 લાખ, મકાઇનું 55 હજાર, અડદનું 49 હજાર, સોયાબીનનું 47600, શાકભાજીનું 38700, ગુવારનું 20700, મગનું 16600, ડાંગરનું 14100, તુવેરનું 8600, તલનું 3300 તેમજ મઠનું 700 હેક્ટરમાં વાવેતર થયું છે. કૃષિ વિભાગ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ વાવેતરને પૂર્ણ જાહેર કરશે.

ઉત્તર ગુજરાતમાં કુલ વાવેતર

જિલ્લોવાવેતરટકાવારી
બનાસકાંઠા59130098.33%
પાટણ22670067.43%
મહેસાણા24820086.23%
સાબરકાંઠા22610097.28%
અરવલ્લી20010099.33%
કુલ

1492500 89.95%

(નોંધ : વાવેતર હેક્ટરમાં)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...