તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મહેસાણા જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 87 સ્કૂલોના 861 બ્લોક સેનેટાઈઝ કરવામાં આવશે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 87 સ્કૂલોના 861 બ્લોક સેનેટાઈઝ કરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આગામી 15મી જુલાઈથી લેવામાં આવનાર છે. ત્યારે મહેસાણામાં ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રો આવી જતા DEO દ્વારા તેને શહેરમાં આવેલ પરાની સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી મુકી દેવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષા પહેલા તમામ ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીને પરીક્ષા સેન્ટરો પર સેનેટાઇઝ કરવા જિલ્લા કલેકટરે આદેશ કરી દીધા છે. પરીક્ષા દરમિયાન આરોગ્ય તંત્રની એક એક ટીમ રાખવા પણ આદેશ કર્યા છે.

જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 15 હજાર 275 રીપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેથી 67 બિલ્ડીંગમાં 645 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 5240 રીપીટર વિદ્યાર્થી નોંધાયા છે. જેમના માટે 15 બિલ્ડીંગમાં 176 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 850 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે 5 બિલ્ડીંગમાં 40 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન કોરોનાના લક્ષ્ણો ધરાવતા વિદ્યાર્થી માટે અલગ રૂમની વ્યવસ્થા કરી બેસાડવામાં આવશે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિધાર્થને કોરોના અથવા શરદી તાવ જેવા કોરોના શંકાસ્પદ લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓ અલગ રૂમમાં બેસાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...