• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 86% Of The Total Cultivation Of Rye In The State Is In U.G.; Banaskantha Is The Most Cultivated District In The State With 1.55 Lakh Hectares

વાવેતર:રાજ્યમાં રાઇના કુલ વાવેતરમાં 86% વાવેતર ઉ.ગુમાં; 1.55 લાખ હેક્ટર સાથે બનાસકાંઠા રાજ્યમાં સૌથી વધુ વાવેતરવાળો જિલ્લો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે વધુ પડતી ગરમીના કારણે ગત વર્ષ કરતાં 11534 હેક્ટર વાવેતર ઘટ્યું, ખેડૂતોએ ઘઉં વાવ્યા

ઉત્તર ગુજરાતમાં રાઇના વાવેતર સાથે શિયાળુ સિઝનના વાવેતરની શરૂઆત થઇ હતી. 2,12,766 હેક્ટર વાવેતર સાથે ઉત્તર ગુજરાતમાં રાઇના વાવેતરની સિઝન પૂર્ણ થઇ છે. રાજ્યના કુલ 2,99,000 હેક્ટરમાં રાઇનું વાવેતર થયું છે. એટલે કે, રાજ્યના રાઇના કુલ વાવેતર વિસ્તારમાં ઉત્તર ગુજરાતનો હિસ્સો 86% જેટલો રહ્યો છે. એમાં પણ 1,55,289 હેક્ટર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ રાઇનો વાવેતર કરનાર જિલ્લો બન્યો છે. ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના 4 ઝોનમાં વાવેતરની સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 36,500 હેક્ટર, સૌરાષ્ટ્રમાં 32,300 હેક્ટર અને મધ્ય ગુજરાતમાં 600 હેક્ટરમાં રાઇનું વાવેતર થયું છે.

ઉ.ગુ.માં વાતાવરણે સાથ ન આપતાં ગત વર્ષ કરતાં 11534 હેક્ટર વાવેતર ઘટ્યુંઉત્તર ગુજરાતની 2,12,766 હેક્ટરમાં ચાલુ સાલે રાઇનું વાવેતર થયું હતું. ગત વર્ષે 2,24,300 હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે 11534 હેક્ટર ઓછું વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, દિવાળી પછી રાઇના વાવેતરની સિઝન શરૂ થઇ હતી. રાત્રી દરમિયાન ઠંડક હતી, પરંતુ દિવસે વધુ પડતી ગરમીના કારણે વાવેતર ઘટ્યું છે. કેટલાક ખેડૂતોએ 2 થી 3 વખત રાઇનું વાવેતર કર્યું, પરંતુ પાક બળી જતાં આખરે ખેડૂતોએ છેલ્લે ઘઊંનું વાવેતર કર્યું છે.

ઉત્તર ગુજરાતમાં પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ
અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતની 4,86,217 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જે પૈકી, સૌથી વધુ 2,12,766 હેક્ટરમાં રાઇનું વાવેતર થયું છે. આ ઉપરાંત ઘાસચારાનું 99861, ઘઉંનું 59459, બટાટાનું 46845, ચણાનું 23253, શાકભાજીનું 11642, તમાકુનું 9333, જીરૂનું 6836, વરીયાળુનું 5281, અજમાનું 3631, મકાઇનું 3139, સવાનું 1686 તેમજ અન્ય પાકોનું 2486 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં 4.86 લાખ હેક્ટરમાંવાવેતર, મહેસાણામાં 65309 હેક્ટર
મહેસાણા 65309 હેક્ટર
પાટણ 76313 હેક્ટર
બનાસકાંઠા 276216 હેક્ટર
સાબરકાંઠા 27788 હેક્ટર
અરવલ્લી 40591 હેક્ટર
કુલ 486217 હેક્ટર

અન્ય સમાચારો પણ છે...