દારૂ જપ્ત:મીઠા-સામેત્રા રોડ પર ટ્રકમાં મગફળીની આડમાં લવાતો 8.52 લાખનો દારૂ જપ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ, ટ્રક સહિત રૂ. 1379340નો મુદ્દામાલ કબજે લીધો
  • દારૂ મંગાવનાર​​​​​​​ બહુચરાજીનો શખ્સ, દારૂ મોકલનાર અને ટ્રક ચાલક સામે ફરિયાદ

મીઠા સામેત્રા રોડ ઉપર સાંથલ પોલીસે નાકાબંધી કરી ટ્રકમાંથી મગફળી અને મગફળીના ભૂસાના કટ્ટા નીચે સંતાડેલ દારૂ અને બિયરની 6384 બોટલ (કિ.રૂ. 852840) સાથે ટ્રકચાલકને ઝડપી લીધો હતો.

સાંથલ પોલીસ સ્ટેશનના અ.હેડ કોન્સટેબલ મુકેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે બાતમી મળી કે એક ટાટા ટ્રક (જીજે 08 એયુ 4424) મહેસાણા તરફથી આવી સામેત્ર ગામ થઇ મીઠા સર્કલ થઇ બહુચરાજી તરફ જનાર છે. જેમાં મગફળીના કટ્ટા નીચે દારૂનો જથ્થો સંતાડેલ છે. જેને પગલે મીઠા ગામા સિકોતર માતા મંદિરથી થોડે આવળ સામેત્રા તરફ સામેત્રા તરફથી ટ્રક આવતાં વાહનોની આડસ કરી રોકાવી તપાસ કરતાં ચાલક તેજસિ઼હ ભવરસિંહ દેવડા બેઠો હતો. ટ્રકમાં મગફળી અને મગફળીના ભુસુ ભરેલા કટ્ટાની નીચેથી બીયર અને દારૂની કુલ 6384 બોટલ મળી આવતાં પોલીસે કિ.રૂ. 852840નો દારૂ, ટ્રક રૂ. 5 લાખ, મોબાઇલ રૂ. 500, મગફળીના 130 કટ્ટા રૂ. 26000, મગફળી ભુસુના 79 કટ્ટા મળીને કુલ રૂ. 1379340નો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપ્યો હતો. જ્યારે દારુનો જથ્થો ભરાવનાર રાજસ્થાનના સાંચોરના રાણીવાડાના જીતેન્દ્રસિંહ ભંવરસિંહ ભાટી અને દારૂનો જથ્થો મંગાવનાર બહુચરાજીના કરણસિંહ સ્થળ પર મળી ન આવતાં ટ્રક ચાલક સહિત ત્રણ સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...