તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વિજાપુરના રણછોડપુરામાં BOBનું ATM કટરથી કાપી રોકડ 8.10 લાખની ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શટરનાં લોક તોડી ઘૂસેલા ચોરોએ સીસીટીવી સાઇડ કરી અંજામ આપ્યો
 • ડોગ સ્કવોડની મદદથી તસ્કરોનું પગેરું શોધવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા

વિજાપુરના રણછોડપુરા ગામે ચોકડી પર આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમના શટરનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો એટીએમનું સેફડોર કટરથી કાપી અંદરની રૂ.8,10,500ની રોકડ રકમ ચોરી ગયા હતા. એટીએમમાં ચોરી થયાની જાણ થતાં બેંકનો સ્ટાફ અને પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ડોગ સ્કવોડની મદદથી તસ્કરોનું પગેરું શોધવા પ્રયાસો આદર્યા હતા.

રણછોડપુરા ચોકડી પર બેન્ક ઓફ બરોડાની બાજુમાં એટીએમ પણ છે. જે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને આ સમયે ગાર્ડ ફરજમાં હોય છે. શુક્રવારે રાત્રે 7 વાગે એટીએમ ગાર્ડે એટીએમ રૂમને લોક કર્યો હતો. ત્યાર બાદ રાત્રે 7 થી શનિવારે સવારે 9.45 વાગ્યા સુધીમાં ત્રાટકેલા તસ્કરો એટીએમના શટરનું એક બાજુનું લોક તોડી અને બીજી બાજુ લોકની કડી કટરથી કાપી અંદર ઘૂસ્યા હતા. સવારે એટીએમ રૂમ ખોલવા જતાં ગાર્ડ રાજપાલ સિંહ રાઠોડે શટરનું લોક તૂટેલું જોઇ મેનેજર સુનલ તિલક રાજને ફોનથી જાણ કરી હતી. જેને પગલે બેંક મેનેજર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

ઘટના સ્થળે પહોંચેલી વિજાપુર પોલીસની તપાસમાં એટીએમના નીચેનો ભાગ સેફડોર કટરથી કાપી બાજુમાં મૂકેલો હતો. છતના ભાગે લાગેલા સીસીટીવી કેમેરા સાઇડ કરી દીધેલા હતા. જ્યારે રૂ.8,10,500ની રોકડ રકમ ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન, બેન્ક ઓફ બરોડા રણછોડપુરા શાખાના મેનેજર સુનીલ તિલક રાજેની ફરિયાદ આધારે વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો