તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડી નગરપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીના અંતે ભરાયેલા કુલ 1677 ફોર્મ પૈકી 634 રદ થયા હતા, જ્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના 1013 ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ ચકાસણીના અંતે વિસનગરની કાંસા એનએ અને ઉદલપુર તેમજ કડીની કુંડાળ બેઠક ઉપર ભાજપ અને ખેરાલુની ડભોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું એક-એક ફોર્મ રહેતાં આ ચારે બેઠક, જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નં.3ની તમામ ચાર બેઠક ઉપર ભાજપનું એક-એક ફોર્મ હોઇ ચારે ઉમેદવારદ બિનહરીફ બન્યા છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત મંગળવાર ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થયા બાદ જાહેર કરાશે તેમ ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 191 ફોર્મ પૈકી ચકાસણીમાં 78 ફોર્મ રદ થયા હતા, જ્યારે 113 માન્ય રહ્યા હતા. 10 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 883 ફોર્મ પૈકી ચકાસણીમાં 339 ફોર્મ રદ થયા અને 544 ફોર્મ માન્ય રહ્યા છે. મહેસાણા, ઊંઝા, કડી, વિસનગર પાલિકાની ચૂંટણીમાં ભરાયેલા કુલ 603 ફોર્મ પૈકી ચકાસણીમાં 217 ફોર્મ રદ અને 386 ફોર્મ માન્ય રહ્યા છે.ભાજપ- કોંગ્રેસના ડમી ઉમેદવારો, કેટલીક બેઠકમાં કોંગ્રેસના બે-બે મેન્ડેટ હોઇ પ્રથમ ફોર્મ કે પછી પક્ષે સૂચવેલું ફોર્મ માન્ય રખાયું હતું. કેટલાક સોગંદનામા કે પર્યાપ્ત માહિતીના અભાવે ફોર્મ રદ થયા હતા.
દરમિયાન, વિસનગર તાલુકા પંચાયતની 24 સીટો માટે ભરાયેલા 120 ફોર્મની તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં કાંસા એનએ-1માં ભાજપમાંથી મેહુલ દુધમલભાઇ ભીલ અને વર્ષાબેન વિરલકુમાર જોશીના ફોર્મ ભરાયા હતા. જેમાં ડમી મેહુલભાઇનું ફોર્મ રદ થતાં કાંસા એનએ-1 સીટ બિનહરીફ થઇ છે. જ્યારે ઉદલપુર સીટમાં ભાજપના ઉમેદવાર તરીકે મુકેશભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુજી ઠાકોરએ ફોર્મ ભર્યા હતા. ચકાસણીમાં કોંગ્રેસના કનુજી ઠાકોર શૌચાલય ધરાવતા ન હોવાથી તેમનું ફોર્મ રદ કરાયું હતું, જેથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
આ ઉપરાંત કડી તાલુકા પંચાયતની કુંડાળ બેઠક પર ભાજપનું અેકમાત્ર રેશ્માબેન ગૌતમભાઈ પટેલનું ફોર્મ ભરાયું હોઇ તેઓ બિનહરીફ થયા છે.ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ડભોડા-2 સીટમાં ભાજપના ઉમેદવાર અને તેના ડમી બંનેના ફોર્મ રદ થયા હતા. ઉમેદવાર સીટ નં.6ના અને ટેકેદાર સીટ નં.5ના હતા. આવા કારણોસર ફોર્મ રદ થયાં છે. ચકાસણીના અંતે એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણજી કાનાજી ઠાકોરનું ફોર્મ માન્ય રહેતાં આ સીટ બિનહરીફ થઇ શકે છે.
વિસનગરની ત્રણ બેઠક પર કોંગ્રેસનાં ફોર્મ રદ
કાંસા એનએ-2માં કોંગ્રેસમાંથી મીનાબેન રણછોડભાઇ પટેલે, જ્યારે કાંસા એનએ-3માંથી દિપ્તીબેન મિતેશભાઇ પટેલ અને ભગવતીબેન પ્રવિણભાઇ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. જેમના મેન્ડેટ નહીં આવતાં ફોર્મ રદ થયા છે. જ્યારે ભાલકમાં રૂકસાનાબેન શરીફભાઇ શેખ અને મહેરાજબીબી રફીકભાઇ શેખે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પણ મેન્ડેટ ન આવતાં બંનેનાં ફોર્મ રદ થયા હતા. જોકે, આ બેઠકો પર અન્ય ઉમેદવાર મેદાનમાં છે.
કાંસા એનએ-1માં ડમી મેહુલ ભીલનું ફોર્મ રદ થતાં વર્ષાબેન જોશી બિનહરીફ થયાં. ઉદલપુરમાં કોંગ્રેસના કનુજી ઠાકોર શૌચાલય ધરાવતા ન હોઇ ફોર્મ રદ થતાં ભાજપના મુકેશભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા. કડી તા.પં.ની કુંડાળ બેઠક પર ભાજપનાં રેશ્માબેન પટેલનું એક જ ફોર્મ હોઇ બિનહરીફ થયાં. ખેરાલુ તા.પં.ની ડભોડા-2માં ભાજપના બંને ઉમેદવારનાં ફોર્મ રદ થતાં કોંગ્રેસના લક્ષ્મણજી કાનાજી ઠાકોર બિનહરીફ થયા. બાયડની બોરલ અને લીંબ બેઠક પર કોંગ્રેસનાં ફોર્મ ક્ષતિના કારણે રદ થતાં ભાજપના અરવિંદસિંહ ઝાલા અને મંજુલા બેન ચૌહાણ બિનહરીફ થયાં. કાંસા એનએ-2, કાંસા એનએ-3 અને ભાલકમાં કોંગ્રેસે મેન્ડેટ નહીં આપતાં ફોર્મ રદ થયાં હતાં.
તા.પં.: ફોર્મ ચકાસણી બાદનું ચિત્ર | ||||
તા.પં. | બેઠકો | કુલ | રદ | માન્ય |
મહેસાણા | 32 | 145 | 57 | 88 |
કડી | 30 | 116 | 47 | 69 |
વિજાપુર | 28 | 119 | 52 | 69 |
વિસનગર | 24 | 120 | 59 | 61 |
વડનગર | 18 | 70 | 23 | 47 |
ખેરાલુ | 18 | 68 | 26 | 42 |
સતલાસણા | 16 | 60 | 16 | 44 |
ઊંઝા | 18 | 52 | 12 | 40 |
બહુચરાજી | 16 | 66 | 24 | 42 |
જોટાણા | 16 | 67 | 23 | 44 |
કુલ | 216 | 883 | 339 | 544 |
પાલિકા: ફોર્મ ચકાસણી બાદનું ચિત્ર | ||||
પાલિકા | વોર્ડ | કુલ | રદ | માન્ય |
વિસનગર | 9 | 140 | 50 | 90 |
ઊંઝા | 9 | 150 | 44 | 106 |
મહેસાણા | 11 | 218 | 85 | 133 |
કડી | 9 | 95 | 38 | 57 |
કુલ | 38 | 603 | 217 | 386 |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.